યુથ વર્લ્ડ અંક - ૩

(33)
  • 5.2k
  • 1
  • 1.7k

જ્યારથી મન્યુષ્યમાં વિચાર અને તર્ક શક્તિ આવી છે ત્યારથી એનો સાર્વભૌમ પ્રશ્ન રહ્યો છે એ છે અસ્તિત્વનો. આપણે અહિં કઇ રીતે શામાટે અસ્તિત્વની શરૂઆત કઇ રીતે મન્યુષ્ય કેટકેટલાય અલગ અલગ રસ્તાઓ અપનાવ્યા, માત્ર અને માત્ર પોતાના અસ્તિત્વના પ્રશ્નોના જવાબ મેળવવાના. એ પછી સાધના હોય, ધ્યાન હોય, ક્વોન્ટમ ફીઝીક્સ હોય કે કોસ્મોલોજી. મનુષ્યના સ્વ સુધી પહોંચવાની દોડ એ ક્યારેય થોભી નથી. સ્વ ક્યાંથી આવ્યુ એની શોધ પણ હજુ કોઇ કરી શક્યુ નથી. બિગ બેંગના 10 Raised to -43 seconds (1 Planck Time) પહેલાનું આપણને કંઇજ ખબર નથી. ખબર નહિં આપણે જાણી શકીશું કે નહિં. આ અંક ખાસ કરીને વિજ્ઞાન પર આધારિત છે. બ્રહ્માંડની ઘટનાઓ, કઇ રીતે આખુ બ્રહ્માંડ કામ કરે છે એની જલક આ અંકમાં જોવા મળશે. સસ્પેન્સ, પ્રેરણા, વાર્તા, પ્રેમ, સત્ય, ચરિત્ર આ અંક તમને તરબતર કરી દેશે. આ અંકના લેખકો. ૧. કુદરતનો ઓટલો – મેહુલ સોની ૨. ક્રાઇમ ફાઇલ્સ – પ્રવિણ પિઠડીયા ૩. અમૃતજલ – પિયુષ કાજાવદરા ૪. ફિલ્મી કીડા – રવિ રાજ્યગુરૂ ૫. કાવ્યકુંજ – અર્ચના ભટ્ટ પટેલ ૬. અવરોધ – ભાવિક મેરજા ૭. ભલે પધાર્યા – પ્રવિણા મ્હાયાવંશી ૮. વાર્તા વિશ્વ – ભાવિશા ગોકાણી ૯. બુક રિવ્યુ - જિજ્ઞા પટેલ ૧૦. નવી દ્રષ્ટિએ – પૂજન જાની ૧૧. પ્રેમ પ્યાલો – સૂલતાન સિંઘ ૧૨. વર્લ્ડ સાયન્સ – હિરેન કવાડ ૧૩. વિશ્વ ચરિત્ર – કંદર્પ પટેલ જો ગમે તો પ્લીઝ રેટ અને શેર કરો.