ઓઅનલાઈનની દુનિયામાં ફેસબુક, વ્હોટસેપ, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામની જાહોજલાલીની સરખામણી તો થાય જ નહીં પણ… પણ.. પણ.. ઈન્ટરનેટનો છેડલો જાલીને એન્ડ્રોઈડનાં પ્રાંગણમાં એપ્લીકેશનની સગવતા ભરી જોય રાઈડમાં બેસીને માતૃભારતી નામની એપ્લીકેશન ડાઉનલોડ કરો એટલે તમને હથેળીમાં અઢળક વાંચન પ્રસપ્રચુર રસથાળ મળશે જેમાં હેલ્લો સખીરી નામનાં મેગેઝિનનો પણ આસ્વાદ માણવાનો લાહવો અચૂક લઈ શકાશે. હેલ્લો સખીરી અંકઃ ૧૧. જોતજોતાંમાં બાર માસ પૂરા થશે હવે તો. સમયને ક્યાં મૂઠ્ઠીમાં ઝકડી શકાય છે એ તો સરે છે અને સરકતો સરકતો સ્મૃતિનો સંપૂટ સર્જતો જાય છે. ધોમધતા તાપમાં આરોગ્ય સુખાકારીની શુભેચ્છા સાથે હેલ્લો સખીરી અંકઃ૧૧ આપનાં શીતળતા બક્ષે એવા અપભિપ્રાયની યાચના સહ ડાઉન્લોડ કરીને વાંચવાનું આહ્વાન.