બુકે

(83)
  • 4.1k
  • 4
  • 1.2k

રેવતીએ પુસ્તક ખોલ્યું, એક નાની કાપલી પાનાની વચ્ચે હતી.”અરે! આ કાગળમાં શું લખ્યું હશે ” ધ્રૂજતા હાથે તેણે પત્ર ખોલ્યો... “ રેવતી આઈ લવ યુ.......મારી ગિફ્ટ તને ચોક્કસ ગમશે, કેમકે એમાં તારી બધી જ ફેવરેટ કવિતાઓ છે.” પત્રમાં ફક્ત આ બે જ લીટી લખી હતી.વાંચી રેવતીના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.”કોણ હશે આ વ્યક્તિ જેણે પોતાનું નામ પણ નથી જણાવ્યું! સમીર ને તો મારી પસંદ નાપસંદની ક્યાં કઈ પરવા છે”. ભૂતકાળમાં એક ડોકિયું કરી જોયું પરંતુ કોઈ એવી વ્યક્તિ એના જીવનમાં આવી નહોતી.કોલેજકાળમાં પણ એટલી નિકટતા એ કોઈ સાથે કેળવી શકી નહોતી.વિચારે ચઢેલું તેનું મન ફરી પાછું તેને “આજ” માં લઇ આવ્યું. આંખમાં તેજ અને ચેહરા પર હાસ્ય લઇ આવ્યું. મીઠી મૂંઝવણ સાથે એ ઊભી થઈ,પછી રૂમમાં જઈ અરીસા સામે ઊભી રહી,જાણે વર્ષો બાદ આજે જ પોતાને ધ્યાનથી જોઈ રહી હતી.