શું તુ પણ યાર

(79)
  • 3.9k
  • 10
  • 1.2k

અરે આકાશ તુ મારી અસાઇમેન્ટ લઇ આવ્યો કે નહીં? ઊમંગે આકાશને કહ્યું. ના ઊમંગ હજૂ તો મારે અસાઇમેન્ટ તૈયાર કરવાની પણ બાકી છે. તો પછી તે કાલે રાતે શું કર્યુ? ઊમંગ ગુસ્સામાં બોલે છે. યાર કાલે તો મહેક સાથે લોંગ ડ્રાઈવ પર ગયો હતો. એમાં પણ સુપર રોમેન્ટિક મોષમ હતું, મજા પડી ગઇ, છેક રાતે બે વાગ્યે ઘરે ગયો! આ વળી મહેક કોણ છે? એ મહેક તો આપણી કોલેજની જ છોકરી છે. યાદ છે, તે દિવસે તે કેન્ટીનમાં મારી સાથે અથડાઇ હતી.? વાંક તેનો હતો છતાંં માફી મેં માંગી હતી. કંઇ યાદ આવ્યુ કે નહીં?