અંજામ-૨૩

(306)
  • 9.7k
  • 8
  • 4.9k

( આગળના અંકમા આપણે વાંચ્યુઃ- વીજય અને ગેહલોત બંને ભેગા મળીને કહાનીને તેના અંજામ તરફ લઇ જવાનું નક્કી કરે છે. જ્યારે બીજી તરફ ડી.આઇ.જી.પંડયા ગેહલોતના રાજીનામાંથી બેચેન થઇ તેને ફોન કરી બેસે છે....એ જ સમયે રીતુ અને મોન્ટીને અવાવરુ ભંડાકીયામાંથી બહાર કાઢી બાપુના ફાર્મહાઉસની ઓરડીમાં પુરવામાં આવ્યા છે. હવે આગળ....) “ મોન્ટી.... તું શું વીચારે છે....?” “ અહીથી બહાર નીકળવાનો રસ્તો વીચારુ છું....” જડબા સખ્ત કરતા મોન્ટી બોલ્યો. તેની આંખોમાં એક અનેરી ચમક ઉપસી આવી હતી. તે મરણીયો બન્યો હતો. ગોદામ જેવા બંધ સ્ટોરરૂમમાં તેણે નજર ઘુમાવી.... રૂમ ઘણો મોટો હતો.