કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક)

(86)
  • 21.1k
  • 35
  • 8.7k

કામસૂત્ર : અધિકરણ - ૫ (પારદારિક) ૧) શ્રીમંતો અને રાજાઓના કુત્સિત કર્મ ૨) અંત : પુરની વિલાસ – લીલા આચાર્ય વાત્સ્યાયન આ પ્રકરણમાં પુરુષ અને સ્ત્રીના વિલાસ વિષે વાતો કરે છે. આ દરેક પુરુષ – સ્ત્રીઓ તરીકે રાજાઓ, અમીરો અને શ્રીમંત લોકોની યાદી છે. આ દરેકની વ્યભિચાર – લીલાનું અહી પ્રદર્શન કરેલ છે. મઘ્યમ વર્ગના લોકો સદા સ્વતંત્ર અને ભયભીત હોય છે. રાજનીતિક દંડ અને સમાજ, લોકો, નીતિના ડરથી માધ્યમ વર્ગના લોકો આવા કુત્સિત કર્મો કરતા નથી. જયારે શ્રીમંત અને રાજવર્ગના લોકોને કોઈ પ્રકારનો ભય હોતો નથી. ઉપરાંત, અત્યાચારી શાસનકર્તાઓના ત્રાસથી સદાય નીચલા વર્ગના લોકો ભયગ્રસ્ત રહે છે. આવી સ્થિતિમાં પાપી શ્રીમંતો અને રાજાઓ પોતાની આશ્રિત પ્રજા પર અનેકવિધ અત્યાચારો કરે છે. વહુ-બેટીઓના હરણ કરે છે. આવા રક્ષણ નીચે કોઈને પણ સુખ મળી શકતું નથી અને અંતે રાજ્યનો નાશ થાય છે. આ પ્રકરણમાં વર્ણવેલા કપટને જાણીને પુરુષવર્ગ પોતાની ધર્મ-પત્નીઓની રક્ષાનો પ્રારંભ આરંભથી જ કરવા પ્રયત્નશીલ બને, નહિ તો તેમનું ચરિત્ર ખંડિત થઇ જતા કોઈ ઉપાય રહેતો નથી. ધર્મ – અર્થનો નાશ થઇ જાય છે. કોઈ એમ ન સમજી લે કે જનસમાજને વ્યભિચારનું શિક્ષણ આપવા માટે આ વિધાન કરવામાં આવ્યું છે. આવું સમજવું આ શાસ્ત્રકારના પવિત્ર ધ્યેયને કલંક લગાડવા બરાબર છે. (Kama sutra)