શિક્ષણના સંભારણા

(72)
  • 4.3k
  • 6
  • 1.5k

સૌ પ્રથમ તો મારી અગાઉની ૩ બૂક્સને વાંચવા તથા સરાહવા બદલ આપ સૌનો ખુબ-ખુબ આભાર...હું કોઇ લેખક નથી, બસ નીજ આનંદ માટે લખું છુ. ગામડાના જુના કબાટમાં ખાખા-ખોરા કરતા અચાનક ભર યુવાનીમાં લખેલ એક નોટબૂક મળી! જેમા શિક્ષણ અને બાળપણના અમુક કિસ્સા વાંચીને હું ભુતકાળમાં સરી પડ્યો, આપ સૌ સમક્ષ એક આર્ટીકલ રૂપે મારા શિક્ષણના સંભારણા પેસ કરવા માટે મારી જાતને હું રોકી ના શક્યો. કેવુ મસ્ત હતું એ શિક્ષણ અને બાળપણ!! દરેકે આવી એક ગુપ્ત ડાયરી બનાવી અને આપણી યાદો લખવી જોઇએ. આ એવી મૂડી છે જે આપણને ભવિષ્યમાં કોઇપણ પરિસ્થીતીમાં ચહેરા પર એક હળવુ સ્મિત ફરકાવા નીમીત બની શકે. આપણા પુત્રો, પૌત્રો અને નાના ભુલકાઓને પણ વંચાવીને આનંદની છોળો ઉડાડી શકાય. આ આર્ટીકલમાં મે ભર યુવાનીમાં લખેલ પ્રસંગો શબ્દસહઃ રજુ કર્યા છે. અમુક જગ્યા એ અભિમાન, આડંબરની પણ ઝલક આવી જશે. પહેલાતો હું જુની લખેલ નોટોમાં અમુક લાઇનો એડીટ કરવાનું વિચારતો હતો પણ પછી થયું જે યુવાનીમાં નિર્દોષ અહંમ, ક્રોધ ન હોય એવી જવાની પર ધુળ પડી. જેથી કરીને જુના લખેલ પેરેગ્રાફનું સંકલન કરીને જ આપ સમક્ષ પ્રસ્તૃત કરુ છુ. આ લખે દ્વારા કોઇ પોતાના આવા બાળપણના રમુજ પ્રસંગો વાગોળે કે લખવા પ્રેરાસે તો હું મારા આ આર્ટીકલને સાર્થક સમજીસ.. જયશ્રી ક્રિષ્ના, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, હેપ્પી બર્થ ડે, સબ્બા ખેર, નાઇસ ડીપી.... હસો અને હસતા રહો