સથવારો

(42)
  • 4k
  • 3
  • 1.1k

સોસાયટી દરિયા કિનારે હતી. સોસાયટીથી દસેક ફૂટ દૂર સુંદર,નયનરમ્ય,લચીલો,લાવણ્યમય બોલકણો ગાર્ડન હતો.રોજ સવારે પાંચ વાગે મૉરનીંગ વોક માટે પહોંચી જતો.પરસેવાથી નીતરતો મારી રોજિંદી બેઠક પર બેસી સૂર્યોદય જોયા કરતો.મન પ્રસન્નતાથી લહેરી ઊઠતું, ખીલતું ગુલાબી ઝરણાં સમું ઉછળતું, પારેવાનાં મીઠા મધુરા કલશોર થી ઊભરાતું આભલું જોઈ. રોજની ટેવ પ્રમાણે હું મારી બેઠક પાસે ઊભો રહ્યો.ચોંકી ઊઠ્યો! એક પ્રૌઢ ઉંમરની સ્ત્રી બેઠી હતી,ઉંમર કદાચ પંચાવન-સાંઠ હોઈ શકે. ખિસ્સામાંથી રુમાલ કાઢી મારો પરસેવો લૂછવા લાગ્યો. તે સ્ત્રીએ મારી તરફ જોયું. જગ્યા ટુ સીટરની હતી.