Prem nu parkhu

(46.8k)
  • 4.3k
  • 2
  • 1.6k

યોગેશ પંડયા પ્રેમનું પારખું ... ઈશા, તૈયાર થઈને બહાર નીકળતી હતી ત્યાં જ પ્રતિમાએ તેને કહયુ બેટા તુ કયાં જાય છે ? '' હું, ઈશા ખચકાઈ ગઈ, પણ પાછી કૈંક ગોઠવીને બોલી, હું મારી ફ્રેન્ડ સીમરનને ત્યાં જાઉ છુ. ના, તુ સીમરનને ત્યાં નથી જતી એ મને ખબર છે ઈશા, મને એ પણ ખબર છે કે તુ કોને મળવા જાય છે. તુ જેને મળવા જાય છે એનુ નામ કહુ તો ? ઈશા સ્હેજ ધ્રુજી ગઈ. રાહુલ... પ્રતિમા સોફા પરથી ઉભી થતા બોલી, રાહુલ નામ છે એનુ, અને મને એ પણ ખબર છે કે રાહુલ અને તુ, એક બીજાના પ્રેમમાં છો.