છોડ એક ગુલાબનો

(26)
  • 2.8k
  • 3
  • 1.2k

આશુતોષ બસ સ્ટેંડ ઊભો રહ્યો.ચારે બાજુ નજર ફેરવી લીધી.ઉપર આભ નીચે ધરતી દૂરદૂર સુધી પથરાયેલ લીલાછમ વૃક્ષો ,અહીંતહીં ચરતી ગાય,વારેવારે ઝબકી પાછાં સૂઈ જતાં બે ચાર કૂતરાઓ સિવાય ભર બપોરે શાંતિ હતી.એ જ્યાં ઊભો હતો ત્યાં એક રીક્ષા આવીને ઊભી રહી ગઈ. સાહેબ કઈ તરફ સવારી પશાભાઈની વાડી.. તીસ પૂરા . બપોરની સાંજ થશે મારા સિવાય કોઈ નહીં ત્યાં લઈ જશે.. કહી રીક્ષા સાઈડમાં ઊભી રાખીઆશુતોષ ચૂપચાપ રીક્ષામાં બેસી ગયો. સાહેબ લઈ લઉં પશાભાઈની શેરીએ નક્કીને? હા,નક્કી.એમાં પૂછવાનું કેમ..કંઈ કારણ છે ?