મંજુ : ૯

(101)
  • 4k
  • 4
  • 1.8k

ચુપકેદીની એ બે ક્ષણોમાં મંજુ સાથે વિતાવેલા સમયનું ચલચિત્ર જાણે એના મનોપટ પર ચાલી ગયું …ચાલુ થયેલી બસ પાછળ દોડતી અને બંસરીનો હાથ પકડી બસમાં ચડતી મંજુ ….મજાક પર ક્યારેક ખીલખીલાટ હસતી મંજુ ….પરિક્ષાની માર્કશીટને દુપટ્ટામાં લપેટતી મંજુ …દાઝેલા , વાગેલા નિશાનને રૂમાલમાં છુપાવતી મંજુ ….એ સાણસીનો ઘાવ ….એ રોજ બાઝી જતું લોહી …એ ડ્રેસિંગ કરતી વખતના સિસકારા ….એ ભવિષ્યના સપના…હથેળી પર પેનથી લખેલા માર્ક્સ અને ચાદરમાંથી બહાર દેખાઈ આવેલી બળેલી ,કાળીમેશ હથેળી ….અને બંસરીનો શ્વાસ ભારે થઇ ગયો અને એના હોઠ સુકાઈને સફેદ થઇ ગયા… એણે પડી જવાના ડરે સોફાનો હાથો સજ્જડ પકડી લીધો ….એની આવી હેબતાઈ ગયેલી હાલત જોઈ અવિનાશે એકદમ ઝડપથી કાકાને કહ્યું … “બહાર બહુ ગરમી છે એટલે એને ગભરામણ જેવું થાય છે …થોડું પાણી મળશે ” “હા ,કેમ નહિ એમ કહેતા કાકાએ અંદરના રૂમ અને રસોડાની વચ્ચેની ખુલ્લી જગ્યા પર જઈ હાંક મારી : “મંજુ ….ઓ મંજુપુતર …!!!”