પપ્પા મને બેટા કહોને...

(70)
  • 3.7k
  • 17
  • 1.3k

સમયનાં વહાણાં વહેતા વાર નથી લાગતી. હજુ ચાર દિવસ પહેલાં જન્મદિન ઉજવતાં,અને બાળપણમાં જ હાયરસેકંડરી નીકળી ગઇ. કોલેજનાં સપના લાંબી ફીલ્મ બને એના પહેલાં હાથ પીળા થઇ જતા હોય છે. હનીમૂનમાંથી આંખ ઉઘડે ત્યાંતો પોતે મા-બાપ બની ચુક્યા હોય છે. રીલ અને રિઅલ લાઇફનો ભેદ પરખાય છે અને એડજસ્ટમેન્ટ અને સમજદારીથી ગાડી માંડ સ્થિર રાખો ત્યાં તો દાદા-દાદીનો રોલ તૈયાર હોય છે. જમાનો કદી બદલાતો નથી. સમય સતત નવો હોય છે.જનરેશન ગેપ મિથ્યા વાતો છે. હકીકતમાં એ સમય સાથે તાલ મેળવી શકવાની અસમર્થતા છે. દરેક મા બાપ અને દરેક સંતાનો જે કયારેક મા બાપ બનવાનાં જ છે. ઘરડા થવાના જ છે. તેમના માટે એક સીધી ને સટ વાત જરૂર વાંચો અને પ્રતિભાવ આપશો...