Sada Chiranjiv Shree 420

(13)
  • 3.7k
  • 3
  • 1.1k

સદા ચિરંજીવ શ્રી ૪૨૦ કિશોર શાહઃસંગોઇ રાજ કપૂર એક નોખો-અનોખો અભિનેતા અને દિગ્દર્શક છેે. એ રોમેન્ટીક હોવા છતાં ગમને મહોરું પહેરાવી ચહેરા પર મસ્તી પાથરતો મોજીલો હોવાનો ડોળ કરતો માણસ છે. પ્રેમના અતલ ઊંડાણના પ્રસંગો એની ફિલ્મોમાં સતત ડોકાયા કરતા હોય છે. શ્રી ૪૨૦ પણ સાકરના પડવાળી કડવી ગોળી જેવી ફિલ્મ છે. ફિલ્મમાં ઊંડા ઉતરતાં હાસ્યની ઓથે જગતની કડવી વાસ્તવિકતાઓ અને હૃદયનો વલોપાત નજરે પડે. જીવનમાં અને શ્રી ૪૨૦ માં રાજ કપૂરે ચાર્લી ચેપ્લીનને આત્મસાત કર્યો છે. આમ જુઓ તો બન્નેની પ્યાસ એકસરખી જ છે. એ પ્યાસના પડઘા એ બન્નેની ફિલ્મોમાં પડે છે. રાજ કપૂરની ફિલ્મોનો ઉપાડ રમૂજથી થાય. પ્રેક્ષકો