Ek Tarunam ane aa Jindgi

(39)
  • 2.3k
  • 1
  • 852

યોગેશ પંડયા એક તારૂ નામ અને આ જીંદગી E-mail Address : manyog0713@yahoo.com Phone no.9377114892 ખડકીમાં કોઈ અજાણ્યા જુવાનને પ્રવેશતો જોઈ ગંગાએ સાડલો માથે ઓઢી લીધો. અને આવતલ સામે માંડી ને જોઈ રહી. મુછનો દોરો હજીતો ફુટુ ફુટુ હતો. જુવાન અંદર અવ્યો અને આમતેમ તાકી રહયો. અને ત્યાં જ ઢાળિયામાંથી ગંગાને બહાર આવતી જોઈને તેણે પૂછી નાખ્યુંઃ ગંગા બહેનનું ઘર આ જ કે? 'હા..' 'મારે ગંગાબેનનું કામ હતું. મળશે અત્યારે?' 'બોલોને... હું પોતે જ ગંગા....' જુવાન અહર્નિશ ગંગા સામે તાકી રહયો. ગંગાએ તેની નોંધ લીધી. એણે ફળિયામાં ખાટલો ઢાળીને એ યુવાનને ઉદેશીને કહયુંઃ 'બેસો ભાઈ' જુવાન ખાટલી ઉપર બેઠો. કે ગંગા