સબંધો સાસુ વહુનાં: “ફૂલ કે કાંટાનાં” હેય ! નારીઓ, સાસુ વહુનાં સબંધો તમારા કેવાં છે , મીઠાશભર્યા,તીખાશભર્યા કે પછી ખટાશભર્યા સાસુ વહુનાં કજિયા કંકાસમાં આખાં ઘરની નીવ હલી જાય છે.સબંધોમાં કાયમ માટે મોટી તિરાડો પડી જાય છે.સબંધોનું સંતુલન બગડી જાય છે.આ કંકાસના ભોગ રૂપે મા-બાપને દીકરાથી કે દીકરાને મા-બાપથી અલગ રહેવું પડતું હોય છે કે વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડતો હોય છે,તો ક્યારેક વહુ અને દીકરાની વચ્ચે કાયમ માટે છુટાછેડાના કે વહુનાં આત્મહત્યાના કે પછી દીકરાનાં નાસી જવાના કિસ્સા બનતા હોય છે. મને ખબર છે જ્યાં પૂછાય નહી ત્યાં સલાહ આપવી ન જોઈએ,લગ્નનાં બંધનમાં તો બધા જ બંધાવાના છે તો આ ફ્રી માં આપેલી ટિપ્સ સાસુવહુના મધુરા સબંધ કેવી રીતે જાળવી શકાય.તો આવો વાંચીએ..... (નોંધ : આ લેખ બધી જ સાસુવહુ કે સાસરીયા પક્ષો માટે નહી પરંતુ અમુક ઘરના લોકો માટે છે જે ખોટી પરંપરા,અંધવિશ્વાસ,અહં અને જીદને જકડીને નવાં લગ્નજીવન કે સારા ચાલતા સંસારને આગ ચાંપતા હોય છે.)