એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1

(193)
  • 14.1k
  • 20
  • 7.4k

રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને નામ મળે નવલકથાનું. એક ચાલ તારી એક ચાલ મારી નવલકથાની વાત પણ એવી જ રહી. આકર્ષણ, મોહ, લાલચ, લાલસા અને એમાંથી જન્મ લેતાં લાવા જેવા વેરની વાત. ગ્લેમરવર્લ્ડની પાછળ રહેલી કાલિમાથી કોઈ અજાણ નથી. દરિયાપાર રહેલાં તત્વો ત્યાં બેસીને દોરીસંચાર દ્વારા ક્યાં કેવી રીતે હકુમત ચલાવે છે તે પણ સહુ જાણે છે. સુંદર કાયા અને મહત્વકાંક્ષી દિમાગ ધરાવનાર વ્યક્તિએ ટોચ પર પહોંચવા કઈ કક્ષાએથી ગુજરવું પડે છે એ બધી આપવીતીથી કોઈ અજાણ નથી. આખેઆખી યુવાન પેઢીને ડ્રગના નશામાં ગુમરાહ કરનારી કાર્ટેલના મહોરાં પાછળના ચહેરા છતાં થઇ જાય પછી પણ સફેદપોશ નકાબમાં આપણી વચ્ચે રહે છે. આ બધા ઝંઝાવાતમાં સૌથી બદનામ નામ કોઈનું હોય તો તે છે પોલીસતંત્ર. પોલીસનો ચહેરો જેટલો બદનામ છે એ એટલો ખરાબ હોય છે આ બધી વાસ્તવિકતા આંશિક કલ્પનાના રંગથી આલેખાતી ગઈ છે. પહેલી નજરે શાંત સરોવર લગતી વાર્તા ધસમસતી નદીનું સ્વરૂપ લેતી ગઈ. જેને નામાંકિત મેગેઝીન ચિત્રલેખા માં ધારાવાહિક તરીકે વાચકો એ વધાવી લીધી હતી. સૌથી મહત્વની એક વાત. આ નવલકથાના પાત્રો કાલ્પનિક છે પણ ..... પણ .... આપણી આજુબાજુ મળી જાય એવા લોકો છે. શક્ય છે તમને ક્યારેક ભેટો પણ થયો હોય .... નવલકથા વિષે અભિપ્રાય જાણવાની ઉત્સુકતા તો કોઈ પણ લેખકને હોય. જણાવશો તો આભારી થઈશ. So Happy reading ..... પિન્કી દલાલ