આકર્ષણ અને પ્રેમ

(16)
  • 2.3k
  • 3
  • 826

સંબંધને પાંખો હોય છે અને એને ગમતીલું આકાશ પણ હોય છે. જ્યારે જ્યારે ગમતું આકાશ મળી જાય છે ત્યારે તે એમાં વિહરવા જ લાગે છે. આવું આકાશ પહેલા તો આકર્ષણ રૂપે જન્મે છે અને પછી તેનો ક્રમિક વિકાસ થાય છે. એક જાણ બહુ ગમતું હોય એવો આદર્શ મન માં છવાઈ જાય છે એનું નામ જ વસંત. એટ્રેકશન એક એવી ઘટના છે જે આબાલવૃદ્ધ સૌને ગમતી હોય છે. ટૂંક માં કહીએ તો દરેક સજીવ ઘટકો માટે તે સામાન્ય છે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને જુએ છે ત્યારે સ્વાભાવિક આકર્ષાય છે અને પછી જ બીજી ઘટનાઓ જન્મ લે છે.