જીવનની વિષમ ઘટમાળનું એક ચક્ર ચક્ર (૧૯૮૧) જયવંત દળવીની નવલકથા ચક્રના આધારે બનેલી ફિલ્મ ચક્રએ એ સમયે ફિલ્મ જગતમાં હલચલ મચાવી દીધી હતી. આર્ટ ફિલ્મનો સ્પર્શ ધરાવતી ચક્ર વાસ્તવવાદી ફિલ્મ હતી. આ ફિલ્મને બધા જ સ્તરના પ્રેક્ષકોએ પસંદ કરી હતી. આ ફિલ્મ દ્વારા કૅમેરા ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ્યો હતો અને ગરીબ માણસોના જીવન અને એમના વલણને ફોકસ કરાયું હતું. આ પહેલા પણ ગરીબીને તાદૃશ કરતી અને જમીનદારોના શોષણ આધારીત ફિલ્મો સફળતાને વરી હતી, પણ ચક્રએ નવી કેડી કંડારી હતી. આ ફિલ્મને ઘણા ઍવોર્ડ મળ્યા હતા. સ્મિતા પાટીલને બેસ્ટ અભિનય માટે ફિલ્મ ફેર અને નેશનલ ફિલ્મ ઍવોર્ડ મળ્યા હતા. નસીરૂદ્દીન શાહને બેસ્ટ અભિનય