મંજુ : ૬

(110)
  • 4.8k
  • 4
  • 2.3k

સાયકલ પર બેસતા જ ફરી પછી મંજુની ફિકર એને વીંટળાઈ વળી …..ઘર પાસેના વળાંકથી એને ઘર પાસે અને આખી ગલીમાં ઘણા લોકો ઉભેલા દેખાયા …..આવું તો ભાગ્યે જ બનતું કે આટલા બધા લોકો એક સાથે બહાર ઉભા હોય ….એક કુતુહલ સાથે પેડલ પર જોર દેતા મંજુના વિચારોને એણે ખંખેરી નાખ્યા ….લોકોની નજીક પહોંચતા એણે બા ..ભાઈ અને ભાભીને પણ એ ટોળામાં જોયા …..એના પર નજર પડતા દોડી આવેલી નિયતીએ એની સાયકલ પકડી લીધી …. અને બાએ એનો હાથ પકડી રડતા રડતા કહ્યું ” બેટા, મંજુ તો ……….. ”