વેવિશાળ - સુશીલાના ‘સુખ’ની સફર

(59)
  • 12.9k
  • 19
  • 3.8k

વેવિશાળની વાર્તાને મેઘાણીભાઈએ વિવાહ સુધી ખેંચી નથી. ‘ઘા ભેગો ઘસરકો અને વેશવાળ ભેગા વિવા’ કરવાની ઉતાવળ દાખવી જ નથી. વેવિશાળની ખરી વ્યાખ્યા તો લેખકે વાર્તા પૂરી થવા આવે છે ત્યારે કરી છેઃ વેશવાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુ્ળદેવને. અરે, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને ને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય. સન ૧૯૩૮માં દર મંગળવારે ‘ફૂલછાબ’માં શરૂ થયેલી નવલકથા વેવિશાળ વિશે વાંચો...