ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ

  • 3.2k
  • 3
  • 724

ઉત્તરાયણ એટલે મિત્રતાનો રંગ. આ રંગ ગગનની ‘બોઝિલ’ હવાઓમાં એવો તે પ્રસરી જાય છે જાણે નવવધુનો શણગાર. આ મિત્રતાનો વાયરો સમગ્ર આકાશને ‘દોસ્તી’નો અર્થ સમજાવી જાય છે. કદાચ, આકાશની કોઈ તાકાત એ ચીચીયારીઓને વાદળ ચીરીને વિશાળ ફલકના અંતિમ છેડા સુધી પહોચતા રોકી ના શકે. મિત્રતાના રંગમાં રંગાઈને પ્રેમપત્રો આકાશ સુધી પહોચીને યુવાનીના જામ છલકાવે છે. આ દિવસે ‘યંગ બ્લડ’ શાહી ઉફાન પર હોય છે, જેને કોઈ સીમા કે સરહદ રોકી નથી શકતી. જાણે દોસ્તીના રંગએ તે દિવસે આઝાદીની મહોર ફરમાવી દીધી ન હોય ! “સવારે આકાશ ‘વ્હાઈટ’ અને ‘બ્રાઈટ’ હોય ત્યારથી માંડીને મોડી ‘નાઈટ’ સુધી, અગાસીની ‘હાઈટ’ પરથી ‘કાઈટ’ માટે ‘ફાઈટ’ કરવાની, ચીક્કી અને લાડવાને ‘બાઈટ’ કરવાની, પતંગની કિન્ના ને ‘ટાઈટ’ કરવાની, નેગેટીવને ‘રાઈટ’ કરવાની અને જિંદગીને ‘લાઈટ’ કરવાનો ઉત્સવ એટલે ઉત્તરાયણ.