અવઢવ : ભાગ : ૧૩

(38)
  • 2.9k
  • 3
  • 1.2k

એક સરસ ફેમીલી ફોટો સામે આવીને સ્થિર થઇ ગયો . પ્રેરક ,ત્વરા ,પ્રાપ્તિ તો ઓળખાઈ ગયા .સમર્થને ટેગ કર્યો હતો એટલે એનું નામ પણ સમજાઈ ગયું . એક ઉભડક નજરે બીજું બધું જોઈ પ્રેરણાની નજર ત્વરા પર જઈને અટકી . પ્રેરણા કરતા થોડી વધુ તંદુરસ્ત પણ ખુબ જ શાલીન અને એલીગન્ટ લાગતી હતી ત્વરા .ચશ્માની આરપાર દેખાતી એની ચમકતી આંખોમાં જાણે એક સંમોહન હતું . ચોકસાઈથી પહેરેલી સાડી અને ફરફર ઉડી રહેલા વાળ …એના ફોટા પરથી નજર હટાવવાનું થોડું મુશ્કેલ લાગ્યું …. પ્રેરણાએ મનોમન કબૂલ કરી લીધું કે ત્વરામાં કશુંક આકર્ષણ આજે પણ છે તો વર્ષો પહેલા પણ હશે જ . આવી સ્ત્રીથી પ્રભાવિત ન થાય એવો કોઈ પુરુષ ન હોઈ શકે . નૈતિક આજે ફરી પાછો આ પ્રભાવના પાલવમાં લપેટાઈ રહ્યો છે એ વિચાર એક ઉછાળા સાથે બહાર કુદી આવ્યો.