નવું શું છે આ અંકમાં. શબ્દો ભાષા પ્રકાશિત માધ્યમ લેખિકાઓ જી, ના. નવતર કોઈ પ્રયોગ નથી. એજ સઘળું રાબેતું. બસ, નવું તો માત્ર કેલેન્ડર. નવું કેલેન્ડર એથી વળી શું ફેર પડવાનો તારીખિયું એકસામટું જગત આખાનું બદલાય એ કંઈ નાની સુની વાત છે, ખરી વિશ્વભરમાં કેટલીય મિજબાની, મહેફિલો અને જશ્નનું આયોજન કરાયુ હશે! જે ક્ષણે ૦૦:00નો અંક ઘડિયાળમાં દેખાય એ ઘડિનો રોમાંચ જ અનેરો છે. સમયનો કાંટો એકમેકને મળે અને વર્ષાંક બદલાય. જન્મોત્સવથી મરસિયાં સુધી જીવાતી હરેક પળ અલૌકિક રીતે યાદગાર હોય છે તોયે આ નવવર્ષનો ઉદ્ગમ સયનો ઉમળકો અમાપ છે. જેમને ઉન્નયન પૂર્વક ઉજાણી કરી માણી લેવા આહ્વાન.