કરણઘેલો - ભાગ ૩

(13)
  • 20.5k
  • 13
  • 4.9k

કરણઘેલો એ ઈ.સ. ૧૮૬૬માં લખાયેલ ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા છે. નંદશંકરે આ નવલકથા ૩૦ વર્ષની નાની વયે લખાયેલ છે. આ નવલકથાની પ્રથમ આવૃત્તિ મુંબઈ સરકારે પોતાના ખર્ચો પ્રગટ કરી હતી. માટે નિયમ પ્રમાણે નંદશંકરે તેના કોપીરાઈટ સરકારને આપી દેવા પડ્યા હતા. તેના બદલામાં સરકારે તેમને બાંધી રકમ આપવાનું નક્કી થયું હતું.વાર્તાનું કેન્દ્રસ્થાન પુરાતન પાટણ શહેર છે. ફાર્બસ સંપાદિત ‘ રાસમાળા’ માંથી ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કરણઘેલાને પાત્ર બનાવી નંદશંકરે તેની આસપાસ કલ્પનાસૃષ્ટિ રચી છે. ઘણીખરી ઘટનાઓ અને પાત્રો ઐતિહાસિક છે. પાટણનો ઇતિહાસ જાણનારાઓને આ વાર્તા જાણીતી લાગશે.