Sarthi (Short Stories)

(26.4k)
  • 3.4k
  • 4
  • 1.4k

મમ્મી તું હવે તો મને છોડી નહી જાય ને? રસોડાના ઓટલા ઉપર બેઠેલા દેવેને કુંમકુંમના ચહેરાને પંપાળી પુછયું ગાલને ટપલી મારતા કુંમકુંમ બોલી ના હો બેટા નહી જાઉં બસ! દેવેન હજીતો કુંમકુંમને ગઈ કાલે જ ડીસા બસ ડેપોમા મળયો હતો કુંમકુંમના લગન થયાને પાંચ વરસ થયા હતા પણ તેનો પતિ મયંક તેનીજ ઓફિસની કામિની સાથે ભાગી ગયાને આજે ચાર વરસ થઇ ગયા અને આજ સવારે મયંકનો ફોન આવેલ કહેકે હું તને મળવા માગું છું મળવું તો હતું છતા કોઇ જવાબ નોહતો આપયો કુંમકુંમ તલાટીની પરિક્ષા આપી ડીસા બસ ડેપોમા ઉભી હતી ને પાછળથી ત્રણ વરસનો દેવેન અચાનક મમ્મી મમ્મી કરીને કુંમકુંમને બાઝી પડયો