અવઢવ : ભાગ : ૮

(45)
  • 2.4k
  • 4
  • 997

નૈતિક મારા માટે શું છે કદાચ મિત્ર છે પણ પ્રેરણા માટે હું શું હોઈશ કોઇ નિયમ કે બંધન , ન અપેક્ષા કે શરત વગરનો સંબંધ હોઈ શકે હકીકત એ છે કે મિત્રતા આપણે જાતે બનાવેલો …કમાયેલો …મેળવેલો …કેળવેલો ..સીંચેલો સંબંધ હોય છે …એટલે આવા સંબંધને હર્યોભર્યો રાખવા …જાળવવામાં લોહીના સંબંધ કરતા પડકાર વધારે હોય ……..!!! મારા તરફની પ્રેરકની આસ્થા અને નૈતિકનો અનુરાગ બંને મારે કોઈ પણ ભોગે જાળવી લેવાના છે …. એવું એણે જાતને વચન આપ્યું ત્યાં જ મેસેજ ટોન સંભળાયો …….નૈતિકનો મેસેજ હતો ..