Plato (પ્લેટો)

(33)
  • 10.6k
  • 26
  • 2.1k

સોક્રેટિસ અને એરિસ્ટોટલની ‘ફિલોસોફીકલ ચેઈન’ને જોડતી કડી એટલે પ્લેટો. આ ત્રિમૂર્તિનું અભિન્ન અંગ. વેસ્ટર્ન ફિલોસોફીના દર્શનશાસ્ત્રને એક નવા બીબાઢાળમાં ઉતાર્યું. સોક્રેટિસના પ્રસિદ્ધ ઉપદેશોને પોતાની મહેનત વડે નિખાર્યા અને લોકભોગ્ય બનાવ્યા. દર્શનશાસ્ત્રથી માંડીને રાજનીતિ, કાવ્યાત્મકતા અને રાજનીતિ, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર તથા શિક્ષણશાસ્ત્ર સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની જ્ઞાનવિશાળતા દર્શાવી. “જીવન જીવવાનો સૌથી અર્થપૂર્ણ રસ્તો : ન્યાયપરાયણતા અને ઉત્તમ ગુણોનો નિરંતર અભ્યાસ કરવો. ભલે પછી જીવન મળે કે મૃત્યુ...!” – પ્લેટો