પોલીસ સ્ટેશનમાં રેડિયો એફ. એમ. ચેનલ પર ગીત વાગી રહ્યું હતું : માર દિયા જાય કિ છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યા સુલૂક કિયા જાય. ‘સાયબ, છોડ દિયા જાય...’ આંખો નચાવતો ગામનો દારૂડિયો બોલી ઊઠ્યો. ‘ચૂપ સાલા,’ હવાલદાર સોલંકી બોલ્યો, ‘હમણાં હરુભા આવશે ને તો તારી ખેર નથી. તને પીતાંય નથી આવડતું. અમારી જેવું શીખ. પીએ તો ખબર ન પડવી જોઈએ.’ ‘પણ સાયબ, તમે તો પોલીસ ઇસ્ટેશનમાં જ નોકરી કરો સો, તમને ઇ હરુભા કંઈ ન કહે.’ દારૂડિયાને પીએ તોય ખબર ન પડે એ વાતનું રહસ્ય જાણવું હતું.