અવઢવ : ભાગ : ૬

(49)
  • 2k
  • 2
  • 964

એણે ત્વરા સામે જોઈ કહ્યું: ‘ તને એક વાત ખબર છે ત્વરા .. પ્રેમ એટલે પાપ નહી ….!! ૨૨ કે ૨૩ વર્ષની ઉંમરે કોઈ કહે કે એમનું મન કોઈ તરફ ખેંચાયું જ નથી કે કોઈ તરફ થોડી વિશેષ લાગણી થઇ જ નથી તો હું તો એ વાત માનું જ નહિ. મારી આજુબાજુ દેખાતી ..સાથે ભણતી ..અને હવે મારી પાસે ભણતી ઘણી છોકરીઓ મને આકર્ષક લાગી છે …કોઈને કોઈ લક્ષણ વિશેષ હોય એટલે ધ્યાન બહાર જાય જ નહિ ..પણ એ ફક્ત આકર્ષણ હોય …આપણને ક્યારેક પ્રેમ જેવું પણ લાગે પણ એવું હોય પણ અને ન પણ હોય …ઘણીવાર એથી આગળ યા તો આપણે વિચારી નથી શકતા યા તો આપણે કબુલી નથી શકતા …અને એ સમય હાથમાંથી સરી જાય છે … આ જ આ ઉંમરની વિડંબના છે . પણ મને નથી લાગતું કે આવી …એક સમયે તીવ્ર લાગતી લાગણી જીવનભર કોઈને હેરાન કરે …!! અને આ તો પ્રેમ હતો કે નહી એ પણ તને ખબર નથી તો તારે નૈતિકને એક વણજોઈતા ભાર નહી એક સારા ભાઈબંધ તરીકે મનમાં સાચવી રાખવાનો . જો હું કહું કે ‘એને ભૂલી જા’ …તો તું કહીશ ‘ભૂલી ગઈ’ …પણ સાચું કહે .. તું ભૂલી જઈશ એના કરતા એ અધુરા સંબંધને એક નામ આપી દે ..એને દોસ્ત માની લે .. જીવન આસાન થઇ જશે . ન તું મારી સાથે અન્યાય કરીશ ન તારી જાત સાથે … !! એક આગવા ભૂતકાળ વગરની કોઈ વ્યક્તિ હોઈ જ ન શકે એ આપણું મન કબુલતું થાય એ બહુ જરૂરી છે…શું લાગે છે હું ખોટો છું