ભૂખ

(28)
  • 2.6k
  • 5
  • 788

....લગભગ દશ-બાર વર્ષ ની ઉંમર, મેલા ધેલા કપડા,ઉંડી ઉતરી ગયેલી આંખો અને રોવા ના કારણે ગાલ પર બનેલા અશ્રુ ચિન્હો ! ...સતત ચાલવા અને ભુખ ના કારણે શરીર હવે જવાબ દઇ રહ્યુ હતુ એને બાજુ માં આવેલા મંદિર ની દિવાલ ના ટેકે જરાક લંબાવ્યુ પણ અંદર થી આવતા સતત એકધાર્યા અવાજ ના કારણે એને ચેન ના પડ્યુ! .. .એને હળવેક થી ઉભા થઇ મંદિર પરીસર માં પ્રવેશ કર્યો ત્યાં બધા જ એક પત્થર ની સ્થિર મુર્તિ સામે હાથ જોડી આંખો બંધ કરી કશુક જોર જોર થી બબડતા હતા એને પણ આંખો બંધ કરી હાથ જોડી બીજાઓ નુ અનુકરણ કરવા નો મિથ્યા પ્રયાસ કર્યો પણ ભુખ ને થાક ના કારણે એમાં એને રસ નહતો પડતો....!