Socrates (સોક્રેટિસ)

(52)
  • 24.9k
  • 41
  • 8.8k

એક વ્યક્તિ ઘણા સમયથી પોતાના કદરૂપ ચહેરાને અરીસામા નીરખ્યા કરતી હતી. ત્યાં જ એક બીજો માણસ આવ્યો અને તેને પૂછ્યું, “ચહેરો સુંદર હોય તો અરીસામાં જોઈએ એ સ્વાભાવિક છે. પરંતુ, કદરૂપ ચહેરો હોય તો અરીસામાં તેને નિહાળીને દુઃખી શા માટે થવું જોઈએ ” જવાબ મળ્યો, “મને યાદ રહે કે મારે એવા કામો કરવાના છે જેથી લોકો ચહેરો ભૂલીને મારા કર્મોને યાદ કરે, વાગોળે અને જીવનમાં ઉતારે.” આ વ્યક્તિ એટલે ગ્રીસનો મહાન તત્વચિંતક ફિલોસોફર સોક્રેટિસ.