સ્માઈલ પ્લીઝ ...

(40)
  • 5.7k
  • 6
  • 1.1k

સતત ત્રણ રાતોથી તે ઊંઘ્‌યો ન હતો, ઊંઘ તેનાથી જોજનો દુર ભાગી ગઈ હતી. કોઈપણ નોટીસ પીરીઅડ આપ્યા વગર અચાનક જ ત્રણ દિવસ પહેલા તેના મેનેજરે તેને નોકરી પરથી છુટ્ટો કરવામાં આવ્યો હતો. એચ.આર. ડીપાર્ટમેંટ, એકાઉંટ વિભાગ વગેરે લાગતા વળગતા વિભાગોમાંથી તેનો બધો જ હિસાબ કરી દેવામાં આવ્યો હતો. જો કે તે જાણતો હતો કે આ વર્ષે કંપની પાસે નવા ઓર્ડર નથી અને જુના જે ઓર્ડર હતા તે પણ પુરતા પ્રમાણમાં નહોતા. એટલે કંપની મેન પાવર ઓછો કરવાની છે તેવી ચણ ભણ તો ઘણા સમયથી સંભળાતી હતી. પણ આ બધું આટલું જલ્દી બનશે અને આમાં તેનો પણ ભોગ લેવાશે તે બાબતે તે અજાણ હતો. વળી તેની ઉમર પણ પ્રમાણમાં વધારે હતી એટલે નવી ભરતી કરવામાં આવેલ યુવાનો જેવી ચપળતા તે દાખવી શકતો નહોતો. પણ જયારે તે યુવાન હતો ત્યારે મેનેજરના કહેવાથી જ બીજી કંપનીમાં સારી તકો મળતી હતી છતાં તે તકો તેણે જતી કરી હતી.