વેદનાની એક ડાળ

(29)
  • 2.8k
  • 7
  • 790

એ ઢળું ઢળું થતી સાંજ, વૃદ્ધ મનોહર માટે ચિંતા જન્માવતી હતી. છેક બપોરથી સરનામાની ચબરખી લઈને રખડપટ્ટી આદરી હતી, પણ ગન્તવ્ય સુધી પહોંચી શક્યા નહોતા. રામભાઈએ સરનામું તો બરાબર આપ્યું હશે ને ? તેમને શંકા થતી હતી. આમ તો વહેલી સવારથી જ તેમનું પ્રિય સ્થાન - બાદલપુર છોડ્યું હતું. રેવતી અને રામભાઈ તેમને વળાવવા આવ્યા હતા. હજુ બાદલપૂર પૂરેપૂરું મનમાંથી ખસ્યું નહોતું અને આ શહેર પૂરેપૂરું ગોઠવાયું પણ નહોતું.