‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 4

(122)
  • 11.8k
  • 9
  • 6.1k

મેઘાણીનગરમાં કંઈ બનશે તેની કોઈને કલ્પના પણ ન હતી.જેના કારણે ગુલબર્ગ સોસાયટી બહાર બંદોબસ્ત વધારવામાં પોલીસ ઇન્સ્પેક્ટર કે. જી. એરડા તો ઠીક પણ ત્યાં આવેલો જોઈન્ટ કમિશનર એમ. કે. ટંડન પણ થાપ ખાઈ ગયા હતા. બાર વાગ્યા સુધી ગુલબર્ગ સોસાયટી ચારે તરફથી ઘેરાઈ ગઈ હતી, જેના કારણે સ્વરક્ષણમાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીએ પોતાની બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો. જેમાં કેટલાકને ગોળી વાગી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે એવી વાત વણસી હતી અને ટોળાની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. બંગલા નંબર-૧૯માં અહેસાનના ઘરે આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તેમણે બધાને આશ્વાસન આપી મદદ આવશે તેવી ખાતરી આપી હતી. નીચેના માળે અનેક લોકો હતા એટલે અહેસાને તેમની પત્ની ઝકીયાને નોકરાણી સાથે ઉપરના મળે જતા રહેવાની સૂચના આપી હતી.