ગાડી નીચેથી રાજુ બહાર આવ્યો. એક હાથમાં અલગ અલગ સાઈઝના પાના-પકડ અને એક સ્ક્રુ ડરાઈવર હતું. શર્ટ એકદમ મેલો હતો. ઓઈલના ડાઘા વાળો... જીન્સ એટલું ઝાંખું પડી ગયું હતું કે મૂળ રંગ કયો છે એ ખબર જ ન પડે. એના નગ્ન પગ પણ ઓઈલ અને માટીના મિશ્રણમાં રગદોળાયેલા હોય એવા લાગતા હતા.