માદીકરાના સુખદુખની આ વાર્તા છે. એક મા બીમાર મોટા દીકરાની સારવાર માટે દવાખાનામાં કપરા દિવસો પસાર કરે છે. દીકરો બેભાન છે. મા પાસે પહેરવા પૂરાં વસ્ત્રો નથી. નાનો દીકરો ગામડે સંઘર્ષ કરે છે. એક ઘટના એવી બને છે કે મા કફોડી હાલતમાં મુકાઈ જાય છે. ત્યારે દુઃખખથી છલોછલ ભરેલાં જીવનમાં થોડુંક સુખ કઈ રીતે ડોકિયું કરે છે એ જાણવા માટે વાચકોને આ વાર્તા વાંચવા વિનંતી છે. – ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. યશવંત ઠક્કર email: asaryc@gmail.com