ભલે તમે કહો, કે ‘નામમાં તે વળી શું છે?’ પણ તમે જ વિચારો કે -‘પતંજલિ’ નામ ઋષિમુનિઓને જ સારું લાગે, એ નામનો એક્ટર કોઈ દિવસ સાંભળ્યો છે? પુનિત, પાવન, પુષ્કર, પરમ કે પુંડરિક નામનો કોઈ દાણચોર પાક્યો છે? પદ્મનાભ, પ્રિયવ્રત, પ્રિયકાંત કે પ્રિયવદન નામનો ભિખારી કોઈ દિ’ ભીખ માંગતો જોયો છે? પર્જન્ય, પ્રધુમ્ન, પૌર્વિક, પિનાક કે પાર્થિવ નામનો પટાવાળો કોઈ ઓફિસમાં કામ કરતો ભટકાયો છે?