વારસો

(17)
  • 2.9k
  • 2
  • 919

ચાર-પાંચ વર્ષની પારુ આજે સાવ અચાનક રિયાની આંખો સામે તાદૃશ્ય થઈ ગઈ. આજે તો પારુ પચાસ વર્ષની ઉંમરે પહોંચવા આવી, છતા એવીને એવી જ છે. જરાય નથી બદલાઈ. રિયા એનાથી ચાર વર્ષ નાની. રિયાને થયું કે મોટી બહેન સહેજ પણ બદલાઈ નથી. એ વખતે તેણે મારા હાથમાંથી ઢિંગલી છીનવી લીધી હતી અને આજે..? જિંદગી ચાલ્યા કરે છે અને રિયાને પોતાના જ બે તકિયા કલામ “ચાલશે” અને “કશો વાંધો નહીં, હું ચલાવી લઈશ.” મનોમન પડઘાવા લાગ્યા.