ચૌરાહાનું કેફે બરીસ્તા

  • 3.3k
  • 1
  • 806

આ જ ચૌરાહા ઉપર બાર મીલીમીટર જાડા કાચની પાર તમે કેફે બરીસ્તામાં પેસો એટલે દુનિયા અલગ જ હતી. ૧૭ ડીગ્રી ટેમ્પરેચર બતાવતા બે એરકંડીશનર ધરવતા એ સ્ટારબક કેફેમાં શીતળતા ઠાસો-ઠાસ ભરેલી હતી. ચાર ખૂણે લગાવેલા નાના સ્પીકરમાંથી કેની જી નું બ્રેથલેસ સેક્ષોફોન ઉપરથી રૂમમાં રેડાઈ રહ્યું હતું. કોફી કલરના શેડ્સ ધરાવતી દીવાલ જાણે કોફીની મહેકથી લીપેલી હોય તેમ આખી રેસ્ટોરા બ્ર્યુ કોફી અને એક્ષ્પ્રેસોની સુવાસથી તરબતર થઇ રહી હતી.