‘ચાલતો રે’ જે.... ચાલતો રે’ જે એ.. એ..એ.. એ..’ આ ગીત કોઈ એક ગીતકારે ખુરશીમાં બેસીને લખ્યું હતું. કદાચ ખુરશીમાં બેસીને નહીં લખ્યું હોય, તો હીંચકે બેસીને લખ્યું હશે, અથવા તો ખાટલા પર બેસીને લખ્યું હશે. ટૂંકમાં આ ગીત એમણે બેસીને લખ્યું હશે, કેમ કે ચાલતાં - ચાલતાં તો ગીત લખી નહીં શકાય તે સમજી શકાય એવી વાત છે.