લાઈન...!

  • 1.5k
  • 1
  • 436

“લાઈનમાં ભાઈ, લાઈનમાં..દેખાતું નથી ક્યારના ઉભા છીએ અમે..?” “ઓહોહો..છે તો મસ્ત, લાઈન નથી આપતી પણ...” “અરે ભાઈ, છોકરો આડી લાઈને ચડી ગયો છે, સમજાવો કઈ...” “ભણવાનું પત્યું પણ કઈ કરતો નથી, લાઈન-દોરી કરી આપો આને થોડીક...” “હમણાં તો ભાઈ ચોપડા મુકીને બીજી લાઈને જ ચડ્યા છે...” “૨ વર્ષથી લાઈનમાં ઉભો છું, હજુ પેન્શનની ફાઈલ ઉપર નથી આવી..” “રોજ બેંકમાં પૈસા ભરવા લાઈનમાં ઝખ મરાવીને ઉભું રહેવું પડે છે..” “આટલા બધા લોકો જોબ માટે લાઈનમાં ઉભા છે, આમાં તમારો વારો ક્યારે આવશે..?” “થાક્યો લાઈન મારીને હવે, નવું સરનામું શોધવું પડશે. આમાં મેળ નહિ પડે..” “ધક્કે-મુક્કે લાઈનમાં ચાલ્યા કરવું, ઘૂસ મારીને પણ લાઈનમાં રહેવું, હરવું-ફરવું પણ લાઈનમાં રહેવું, એ જ લાઈનમાં ખુશ-ખુશાલ રહેવું."