હું અને મારો કેમેરો

(17)
  • 1.5k
  • 1
  • 419

“જિંદગી બહુ ટૂંકી છે, સમય ખુબ ઝડપી છે, પ્રશ્નો અગાધ-અમાપ છે, ઉત્તર કોઈકનો જ છે, કોઈ ‘રીવર્સ ગિઅર’ નથી, એટલે જ તો દરેક પળ કીમતી છે, જેમાં ‘રિવાઈન્ડ’નો ઓપ્શન નથી, એનું જ તો નામ જિંદગી છે.” મૈ ઔર મેરા દોસ્ત(કૈમરા) અક્સર યે બાતે કિયા કરતે હૈ..... દુનિયાની સમક્ષ હું જયારે નજર કરું છું ત્યારે મારો કેમેરો મારી તરફ જોતો હોય છે. એની આંખો (લેન્સ જ વળી..) મારી સાથે ને સાથે ટગર-ટગર...હરહંમેશ દુનિયાને નિહાળતી રહે છે. એ ડર વખતે મને કહે કે “સારા અને મન પ્રફુલ્લિત થાય એવા કુદરતના નજરની હમેશા રાહ નહિ જો, જે તારી નઝર સામે દ્રશ્ય ખડું છે એને જ કલાત્મક રીતે ‘ક્લિક’ કર, જેથી નામ તારું થશે અને મને મારી કર્તુત્વશક્તિ પ્રદર્શિત કરવાનો મોકો મળશે”. એ કેમેરાની આંખો હમેશા મારી સામે નાના બાળકની આંખો ની જેમ જુવે અને હસે, અને એ હાસ્યમાં રહેલા ઇશારાને ઓળખીને હું સસ્મિત બનીને જોઉં ત્યારે મારી નઝર ઠરે.