મુજે ક્યા બુરા થા મરના , અગર એક બાર હોત...

  • 2.2k
  • 1
  • 736

ટપકે છે ને શબ્દે શબ્દે દર્દ અને દર્દ ટપકે જ ને ... જે માણસ હક્કના પેન્શનની એક એક પાઈ માટે સરકાર સામે જંગ લડી રહ્યો હોય ....ગળા સુધી દેવામાં ડૂબી ગયો હોય .. ઘરે લેણદારોના ધક્કા ને ધમકીઓ વધી ગઈ હોય ...પત્ની સાથે રોજ મુફલિસીના નામે ઝગડા થતા હોય ...નાના નાના પોતાના બાળકોને જોઇને રડતો રહ્યો હોય ને સૌથી બદતર કે એ એક શાયર હોય ...તો પછી આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાયે એની વાત આટલા વજનદાર અને દર્દીલા શેરમાં નીકળે નહી તો જ નવાઈ ...પછી એ નિસહાય ને લાચાર શાયર સીધું ખુદાને જ પૂછે ને કે આટલું દુઃખ આપવું જ હતું તો હે માલિક દિલ ભી બે અપાય ને એક દિલ તો ક્યાંથી સહન કરે એટલા દર્દો