આજે બપોર બારેક વાગે સોનાલીના વડસાસુ ગામડે થી ગઈ કાલે શ્યામવાડી માં આવ્યા હતા તે આવ્યા, સોનાલીએ તેમના માટે અલગ થી મરચા અને લસણ વગર ની રસોઈ બનાવી , જમીને તેમની સાથે થોડીવાર બેઠી ટયુશન નાં છોકરા આવ્યા એટલે સોનાલી ઉપર ગઈ, સાંજે નીચે આવીને ફટાફટ શાક લઈ આવીને રસોઈ બનાવી. મેઘલ આવ્યા એટલે જમીને તેઓ ચાલવા ગયા અને બા શ્યામવાડી માં ગયા, સોનાલી જોતી કે બા રોજ સવારે આવતા અને રાત્રે જતાં, સોનાલી બા ને ફોર્સ કરતી કે તે અહિંયા જ રોકાઈ જાય, પણ બા રોકાતા નહિ, આમ ને આમ સાત દિવસ થયા, બા, સોનાલી અને તેની સાસુ નુ