છેલ્લા ત્રણ મહિના થી ઘરમાં પરમ શાંતિ હતી, સોનાલી અને તેના સાસુ નુ પરફેક્ટ બોન્ડીંગ થતુ જતુ હતુ. બંને એકબીજા સાથે હળી -મળી આનંદ થી રહેતા હતા. સોનાલીએ બપોર નાં ટાઈમ માં ટયુશન પણ શરૂ કરી દીધા હતા,સોનાલીને જેવુ ગમે તેવુ પરફેક્ટ ફેમીલી જાણે મળી ગયુ હતુ. બધા ખુશે થી રહેતા, આજે બપોર ના જમવા આવેલા તેના સસરા આંખો માં પાણી લાવીને સોનાલીને કહેતા હતા કે તેના ભાઈ ઓ કે તેમનો કોઈ પરિવાર તેમની સાથે બોલતા નથી, તે સામેથી જાય તો ઊભા થઈને જતા રહે છે, સોનાલી અંદર પાણી લેવા ગઈ, તેણે પાણી નો ગ્લાસ ટીપોઈ પર મૂક્યો , તે