હવે રોજ નું રૂટિન એનુ એ જ, રોજ ની મેઘલ નાં નાના કાકી ની ખટપટ, આજે રાત્રે ચાલવા જતી વખતે સોનાલીએ મેઘલને કહયુ કે આ બધુ વધતુ જાય છે, તમે ઓફિસ જતા રહો છો, હું ક્યાં જાઊ? મેઘલ સોનાલીને ચાર રસ્તા પર આવેલી આઇસક્રીમ શોપ પર લઈ ગયા, આઇસક્રીમ ઑર્ડર કરી મેઘલે સોનાલીને આઈડિયા આપ્યો, કે તે જ્યારે બરોડા ગઈ હતી ત્યારે તેના મમ્મી-પપ્પાએ જે કાકાઓ વિશે તારા મમ્મી અને પપ્પાને કહી ને લઈ આવ્યા તે અહિંયા કોઈ ને ખબર નથી ઊલટુ અહીં ખોટુ કીધુ છે, તુ સાચી વાત ગીતા કાકી સુધી પહોંચાડી દે એ ઓટોમેટિક બંધ થઈ જશે, સોનાલી