સમયનું ચક્ર: Part 2

  • 514
  • 140

 રૂમ નંબર ૧૦૪ માં એક વિચિત્ર શાંતિ પથરાઈ ગઈ હતી. દીવાલ પર લટકતી ઘડિયાળના કાંટા રાતના ૧૨ વાગ્યા પર સ્થિર થઈ ગયા હોય તેવું લાગતું હતું. ચોવીસ વર્ષનો અથર્વ પોતાના જ ૫૦ વર્ષ પછીના ભવિષ્યના સ્વરૂપ, એટલે કે કપાડિયા સરની સામે બેઠો હતો. રૂમમાં ગણિતના સમીકરણોથી ભરેલા જૂના પડી ગયેલા પાનાઓની ગંધ હવે તેને ગૂંગળાવી રહી હતી. અથર્વ માટે અહીં બેઠા રહેવું ભારે લાગતા તે ઊભો થઈ રૂમમાં આંટા મારવા લાગ્યો."તો... આનો કોઈ અંત જ નથી?" અથર્વે ગંભીર અવાજે પૂછ્યું. "હું ગમે તે કરું, આ લૂપ ક્યારેય તૂટશે નહીં? આપણે આ બ્રહ્માંડના કેદી બની ગયા છીએ?". કપાડિયા સર ખુરશીમાંથી ઊઠ્યા,