અસ્તિત્વ - ૨૧

  • 232
  • 88

ડૉક્ટરને ચંપાબેનના મુખેથી આસ્થા અનુરાધાની દીકરી છે એ જાણી થોડું અચરજ તો થયું પણ અત્યારે એમને કઈ પૂછવું યોગ્ય ન લાગ્યું. "બેટા! બિલકુલ ચિંતા ન કરીશ અનુરાધાને કોઈ વધુ ઈજા નથી થઈ. ઘા ઉપરના ભાગ પર જ છે, ઊંડે સુધી જખ્મની અસર નથી પહોંચી." આસ્થાને સંબોધીને ડૉક્ટરે કહ્યું."તો મમ્મી કેમ હજુ ભાનમાં આવ્યા નથી?  એમને પડ્યા હતા એને અડધી કલાકથી વધુ સમય થયો." આસ્થાએ પોતાના મનમાં ચાલતી ચિંતા જતાવી."અનુરાધા કોઈક કારણસર ચિંતામાં હશે! એના લીધે બ્લડપ્રેશરમાં ફેરફાર થવાથી એમને ચક્કર આવ્યા અને એ પોતાનું સંતુલન ગુમાવી બેઠા. સહેજ મૂર્છિત થયા અને એજ સમયે પડી જવાથી એમને લાગ્યું. લોહી વધુ પ્રમાણમાં વહી