ભાદરવાની સોનેરી સાંજે અમદાવાદના એક શાંત અને વૃક્ષોથી ઘેરાયેલા રસ્તા પરથી અથર્વ પસાર થઈ રહ્યો હતો. આકાશમાંથી સૂરજ આવજો કહેવાની તૈયારીમાં હતો અને પક્ષીઓ પોતાના માળા તરફ પ્રયાણ કરતા હતા. ચોવીસ વર્ષનો અથર્વ આમ તો છેલ્લા બે મહિનાથી દરરોજ આ રસ્તેથી પસાર થતો હતો, પણ ઓફિસના કામના બોજમાં તે એટલો અંદર અને બહારથી ગૂંચવાયેલો રહેતો કે હવે એને લાગી રહ્યું હતું કે જીવનમાં આવી રહેલા ચઢાવ અને ઉતારમાં તે બસ જીવનની લારીને ધક્કાઓ મારી મારીને આગળ ધપાવી રહ્યો હતો! જાણે વર્ષોના ગૂંચવાળાઓને ઉકેલી રહ્યો હોય. અચાનક એક અવાજ અથર્વની વિચારમાળાઓને તોડી તેના કાન સુધી પહોંચ્યો. તાળીઓના ગડગડાટ અને ખુશીથી કિકિયારીઓ કરતા