હું એક અઘોરી - 5

  • 396
  • 150

5. વહ કૌન થી?તરત તે સાધુ ઊભો થઈ ગયો. હવે તેના કપાળમાંથી લોહી નીતરતું હતું. તેની આંખો એકદમ લાલ તો હતી જ, હવે પહોળી થઈ અંધારામાં ચમકતી હતી. તે મને ધક્કો મારી એ સ્ત્રી તરફ જવા પૂરી તાકાત સાથે માથું નીચું કરી વિકરાળ અવાજ કરતો ધસ્યો.ઓચિંતી તે સ્ત્રી દોડતી આવી, તેણે પાછળથી મારું શર્ટ ખેંચ્યું. આગળ આવી શર્ટ ખેંચીને ઉતારવા ઈશારો કર્યો .હું કાઈં સમજું તે પહેલાં તેણે જ મારા બટન ખોલવાની રાહ જોયા વગર શર્ટ ત્યાંથી  ખેંચી ફાડીને ઉતાર્યું. તેણે  એ શર્ટ નજીક કોઈ ખાબોચિયા જેવાંમાં એના લેપ જેવા જ કાળા કાદવમાં લપેટ્યું અને કોઈ બે વસ્તુ ઘસી હથેળીથી